રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ16 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ સજૉતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ બન્યા

પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ સજૉતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ બન્યા
ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પાલિકા અને પોલીસ તંત્ર નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ વધી રહેલા  દબાણો ના કારણે અને આડેધડ ઉભા રહેતાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓની સાથે સાથે જયાં ત્યાં પાકૅ કરાતાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની હોય જેને લઈને શહેરના મુખ્ય બજાર માથી પસાર થતાં લોકો માટે આ ટ્રાફિકની સમસ્યા માથા દુખાવા રૂપ  બનવા પામી છે. પાટણ શહેરના ત્રણ દરવાજાથી દોશીવટ બજાર અને હિંગળાચાચરથી રેલવે સ્ટેશન માગૅ પર વધી રહેલા દબાણો અને પેસેન્જરો ભરવા આડેધડ ઉભા રખાતા ખાનગી વાહનો ના  કારણે સજૉતી આ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અવારનવાર પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ કામગીરી ફક્ત અને ફક્ત ફોટો સેશન માટે કરાતી હોય તેમ થોડા સમય માટે શહેરના મુખ્ય બજાર માર્ગો ટ્રાફિક મુક્ત જોવા મળતા હોય છે. અને ત્યારબાદ પુનઃ જૈસે થૈ ની સ્થિતિ નું નિમૉણ થતું હોય છે ત્યારે શહેરના મુખ્ય બજાર માગૅ પરના વધતાં જતાં દબાણો સાથે આડેધડ પાકૅ કરતા વાહનચાલકો સહિત નડતરરૂપ લારી- ગલ્લા અને પાથરણા વાળાઓને દુર કરવા પાટણ પાલિકા તંત્ર પોલીસને સાથે રાખીને નકકર કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.    

સંબંધિત સમાચાર