રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ23 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં યુથ કોંગ્રેસનો એપસ્ટિન ફાઈલ મુદ્દે રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન યોજાયું

પાટણમાં યુથ કોંગ્રેસનો એપસ્ટિન ફાઈલ મુદ્દે રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન યોજાયું
કાર્યકરો દ્વારા ટીબી ત્રણ રસ્તા પર વાહનોનો ચક્કાજામ કરાતા પોલીસે અટકાયત કરી પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા સોમવારે શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક એપસ્ટિન ફાઈલ મુદ્દે ચકકાજામ સાથે વિરોધ પ્રદર્શન કરી પુતળા દહન કરે તે પૂર્વે પોલીસે ધટના સ્થળે દોડી આવી કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ યુથ કોગ્રેસ દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે એપસ્ટિન ફાઈલ મુદ્દે આયોજિત આ પ્રદર્શનમાં  યુથ કોગ્રેસ ના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે એપસ્ટિન ફાઈલમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના નામનો ઉલ્લેખ છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરો રસ્તા પર બેસી જતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આ પ્રદર્શન ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરવાના જવાબમાં યોજવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસે પણ પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ પોલીસ કાફલો સમયસર પહોંચી ગયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખે પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી,જ્યારે કોંગ્રેસના લોકશાહી ઢબે થતા કાર્યક્રમોમાં તાત્કાલિક અટકાયત કરવામાં આવે છે. કોંગ્રેસે પોલીસની આ બેવડી નીતિ સામે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર