હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વગર અને યુનિવર્સિટીના નિયમોને નેવે મૂકીને ચાલતી મહેસાણાની 6, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની 2-2 સહિત ઉત્તર ગુજરાતની 10 કોલેજો સામે આખરે શરતી જોડાણ રદ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ ઓફ બોર્ડની બેઠકમાં કરાયો છે. યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોને કોર્ઝલ પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવા જરૂરી વિગતો પૂરી પાડવા વારંવાર પત્ર વ્યવહાર કરાયો હતો. આમ છતાં,આ 10આ સંસ્થાઓએ કોઈ જ સકારાત્મક પ્રક્રિયા કરી ન હતી.ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ આડોડાઈ સામે કુલપતિએ આ કોલેજોનું જોડાણ આગામી નવા શૈક્ષણિક વર્ષથી સમાપ્ત કરવાનો આખરી નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં આ કોલેજો પ્રવેશ આપી શકશે નહીં, જેના કારણે કોલેજો બંધ કરવી પડશે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: પૂર્વ મંજૂરી ન લેનારી ઉ.ગુ.ની 10 કોલેજોના જોડાણ રદ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
14 કલાક પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
14 કલાક પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
1 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
1 દિવસ પહેલા
