રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ14 જૂન, 2025| Super Admin

પાટણ; સ્વિમિંગ પૂલ ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થી - વાલીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો

પાટણ; સ્વિમિંગ પૂલ ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થી - વાલીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો

પાટણ જિલ્લાની સૌ પ્રથમ સીબીએસઈ માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ શિક્ષણ ની સાથે સાથે બાળકો ની વિવિધ સ્પધૉ યોજી બાળકોની સુષુપ્ત શકિતઓને નિખારી રહી છે ત્યારે ઉનાળાના વેકેશન દરમિયાન શાળા સંકુલમાં આવેલ સ્વીમીંગ પુલ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો, ઓકસફર્ડ સ્કૂલ ના સ્વિમિંગ પુલમાં ઉનાળુ વેકેશનમાં સ્વિમિંગ શીખવવા માટે 204 વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સ્વિમિંગ પૂલનો લાભ લઈ તરણ શીખવાની સાથે સાથે ઉનાળાની ગરમીમાં ઠંડકની મજા માણી હતી. સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શિખવા આવેલા વિધાર્થીઓ અને વાલીઓનો છેલ્લા દિવસે સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભ પ્રસંગે અલગ-અલગ વય જૂથની ફ્રી સ્ટાઇલ,બેક સ્વીમીંગ, અંડર વોટર સ્વીમીંગ ની સ્પર્ધાઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરના 54 સ્પધૅક વિજેતાઓને મેડલથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ ખાસ હાજર રહી વિજેતાઓને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી તેઓના ઉત્સાહને વધૉયો હતો. સ્વિમિંગ કોચ તરીકે ગણપત શક્તિસેન,કપૂરજી ઠાકોર અને રંજન શક્તિસેને સેવાઓ આપી હતી. ઓક્સફર્ડ  સ્કૂલ બાળકના સર્વાંગી વિકાસ માટે અગ્રેસરનું કામ કરી રહી છે. શૈક્ષણિક અને રમત ગમત ક્ષેત્રે શાળામાં બાળકો ઘણી સિદ્ધિઓ મેળવી ચુક્યા હોય તે બદલ શાળા પરિવારની આવી પ્રવૃતિઓને વાલી ગણે સરાહનીય લેખાવી હતી.

સંબંધિત સમાચાર