રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ21 ફેબ્રુઆરી, 2025| Super Admin

લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ

લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ
શંકાસ્પદ ધી ના ડબ્બા નંગ-૧૦૫ કી.રૂ. ૩,૯૨, ૨૫૦ નો જથ્થો ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી; પાટણ એસઓજી.પી.આઈ. જયદીપસિંહ સોલંકી અને તેમની ટીમે ગુરુવારની સાંજે પાટણ નજીકના રૂની- હાજીપુર માગૅ પરથી લકઝરી બસમાં લઈ જવાઈ રહેલ શંકાસ્પદ ઘીનો જથ્થાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર અને જિલ્લામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ટીમને ગુરૂવારે સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ થી સિધ્ધપુર તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસમાં પાટણ ઘી બજારના કેટલાક વેપારીઓનો શંકાસ્પદ ઘીનો જથ્થો મુંબઈ લઈ જવા રવાના કરવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પાટણ એસ.ઓ.જી.પી.આઈ સહિતની ટીમે ઉપરોક્ત લકઝરી બસને રૂની- હાજીપુર માગૅ પર ઉભી રખાવી તપાસ કરતાં રાજધાની લકઝરી બસ નં. AS-01-NC-9888 માંથી શંકાસ્પદ ઘી નો જથ્થો નાના મોટા ડબ્બા નંગ-૧૦૫ કી.રૂ. ૩,૯૨, ૨૫૦ નો જથ્થો મળી આવતાં આ બનાવટી ઘી ના જથ્થા માંથી જરૂરી સેમ્પલો લઇ તેનુ પૃથ્થકરણ કરવા સારૂ એફએસએલ ગાંધીનગર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી લકઝરી બસ ના ચાલક સમીરખાન મહેબુબખાન ચાંદખાન બલોચ રહે.મેસર તા.સરસ્વતી જી.પાટણ અને કંડકટર રણજીત દેશળાજી વિસાજી ઠાકોર રહે.ડીસા શુભમ પાર્ટી પ્લોટ પાસે તા.ડીસાવાળા ને આગળની કાયૅવાહી માટે બાલીસણા પોલીસ ને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એસ.ઓ.જી.પી.આઈ.જયદીપસિંહ સોલંકી અને તેમની ટીમ દ્વારા છેલ્લા એક મહિના શંકાસ્પદ ધી અને તેલ ના રૂ. 32 લાખથી વધુ નો મુદામાલ ઝડપી કડક કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર અને જિલ્લામાંઘી- તેલ મા ભેળસેળ કરતા વેપારીઓમાં સનસનાટી સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એસ.ઓ.જી પોલીસે જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર છેલ્લા એક માસની અંદર ગેરકાયદેસર હથીયારના 6 ગુના, જાહેરનામા ભંગના 30 ગુના બોગસ ડોક્ટરોના 9 ગુના દેહ વેપારના 2 ગુના અને નાસ્તા ફરતા આરોપીના 5 ગુના સાથે શંકાસ્પદ ધી- તેલ ના જથ્થા ને ઝડપી લેવાના ગુનાઓ ડીટેક્ટ ક્યૉ હોવાનું ડીવાયએસપી પંડયા એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર