રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગેરકાયદેસર સંગ્રહ કરેલ ડિઝલનો જથ્થો જપ્ત કરતી પાટણ એસઓજી પોલીસ

ગેરકાયદેસર સંગ્રહ કરેલ ડિઝલનો જથ્થો જપ્ત કરતી પાટણ એસઓજી પોલીસ
૨૧૫ લીટર ડીઝલ કિ.રૂ. ૧૯૩૫૦ નો જથ્થા સાથે એક ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી નાઓએ મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે એસઓજી પીઆઇ જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો ચાણસ્મા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ચાણસ્મા થી મોઢેરા જવાના હાઇવે રોડ ઉપર ત્રણ રસ્તા નજીક નીલકંઠ ઢાબા(હોટેલ) ઉપર રાત્રીના રોકાતી ટ્રકોમાથી છળ-કપટથી અલગ અલગ ગાડીઓમાથી ડીઝલ લઈને પ્લાસ્ટીકના કેરબામા ભેગુ કરી આજુબાજુના ગામના માણસોને વેચાણે આપે છે અને હાલમા આ નીલકંઠ ઢાબા(હોટેલ) ઉપર રસોડાના પાછળના ભાગે ખુલ્લામા ડીઝલ ભરેલ કેરબાઓ સંતાડી રાખેલ છે. જે હકીકત આધારે સદર જગ્યાએ ટીમે રેડ કરતાં હકીકતવાળા દુકાનમાં તપાસ કરતા પ્લાસ્ટીકની નળી, ડીઝલ ગાળવા માટેનુ નાળચુ, તથા કુલ કેરબા નંગ-૧૧ મા ભરેલ ૨૧૫ લીટર ડીઝલ ભરેલ જેની કિ.રૂ. ૧૯૩૫૦ નો મુદામાલ સાથે કમલેશકુમાર નરોત્તમભાઈ પટેલ રહે. ચાણસ્મા, રૂપાણીપુરા તા.ચાણસ્મા જી.પાટણ વાળાની અટકાયત કરી બી.એન.એસ.કલમ ૧૦૬ મુજબ આગળની કાર્યવાહી સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર