પાટણ એસઓજી પોલીસે વારાહી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વારાહી-પરસુંદ રોડ પરથી રાણીસરના રાયબ રમઝાનભાઇ મૈયાભાઈ સિંધીને પકડવામાં આવ્યો હતો. પોસઇ ડી.કે.ચૌધરી અને તેમની ટીમે શંકાસ્પદ વ્યક્તિની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી વિવિધ કંપનીના 8 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આરોપી પાસે મોબાઇલના બિલ માંગતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 69 હજારની કિંમતના મોબાઇલ કલમ 106 મુજબ કબજે કર્યા છે. આરોપીને વધુ તપાસ માટે વારાહી પોલીસને સોંપવામાં આવ્યો છે.
પાટણ એસઓજીએ પેટ્રોલિંગ દરમિયાન આઠ એન્ડ્રોઇડ મોબાઈલ સાથે એક ને ઝડપી પાડ્યો

ટેગ્સ:#Crime Investigation#Mobile Theft Case#Stolen Android Phones#Patan SOG Operation#Varahi Police Investigation#Patan SOG Patrolling#Android Mobile Recovery#Patan District Crime
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત
22 કલાક પહેલા
પાટણપાટણના બગવાડા ચોકી વિસ્તારમાં ભૂવાએ સર્જી મુશ્કેલી: પાલિકાની બેદરકારીથી ST બસ ફસાઈ, પાઇપલાઇન લીકેજ
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ભૂગર્ભ લાઈનોનું ડિજિટલ મેપિંગ: અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ ખાસ મશીનથી સર્વે શરૂ
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગરીબ પરિવારોને રાહત દરે પ્લોટ ફાળવવા તંત્ર સમક્ષ રજુઆત
3 દિવસ પહેલા
