પાટણ એસ.ઓ.જી. શાખાએ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.આ બોગસ ડોક્ટર કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમને બાતમી મળી હતી કે સુબાપુરા ગામના બસ સ્ટેશન પાસે આવેલી એક દુકાનમાં એક શખ્સ ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દુકાન પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન દુકાનમાં હાજર શખ્સ કાંતિભાઈ ભુરાભાઈ રાવળ (રહે. રાફુ,તા.સમી,જી.પાટણ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી મેડિકલ ડિગ્રી કે લાયસન્સ માંગતા, તે રજૂ કરી શક્યો નહોતો. આરોપીએ કબૂલ્યું હતું કે તે કોઈપણ લાયસન્સ વગર, માત્ર અનુભવ અને અનુમાનના આધારે દરરોજ આશરે 10 થી 12 દર્દીઓની તપાસ કરી એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો. પોલીસે ઘટના સ્થળેથી સ્ટેથોસ્કોપ,બીપી મશીન, આઈ.વી.સેટ,યુરિન બેગ, પેરાસીટામોલ ટેબ્લેટ અને વિવિધ ક્રીમ સહિત કુલ રૂ.4094.02નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપી કાંતિભાઈ રાવળ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મથુરભાઈ ધારસીભાઈને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શંખેશ્વરના સુબાપુરામાં ડીગ્રી વગરના બોગસ ડોક્ટર ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ

સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
3 દિવસ પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
3 દિવસ પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
4 દિવસ પહેલા
