સિદ્ધપુર ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી દબોચ્યો

ગાંજાનો જથ્થો, એક મોબાઈલ અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280નો મુદ્દામાલ જપ્ત કરાયો..!
સિદ્ધપુરમાં ઓટો રિક્ષામાં ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરતાં શખ્સને પાટણ એસઓજી પોલીસે પકડી રૂ.32280નો 3.228 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા તાલુકાના મેસરા ગામનાં સંજયજી ઇશ્વરજી ઠાકોરને સિદ્ધપુરના સુજાણપુર પાટિયા પાસેથી એસઓજી પોલીસે પેસેન્જર રિક્ષા નંબર (GJ-24-W-7940)મા ગેરકાયદેસર ગાંજાની હેરા ફેરી કરતાં પકડી પાડ્યો હતો.પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂ.2,37,280નો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી પોશીના પાસેના માડવા ગામનો શાંતિલાલ ફરાર હોય જેણે સંજયજી ઠાકોરને આ ગાંજાનો જથ્થો આપ્યો હતો. એસઓજી પીએસઆઇ ડી.કે.ચૌધરીએ સિદ્ધપુર પોલીસમાં બંને શખ્સો સામે NDPS એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ સિધ્ધપુર પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Siddhpur#Patan SOG#Cash Seizure#Law Enforcement#Criminal Investigation#Absconding Accused#Police Action#Auto Rickshaw#illegal drugs#Drug Smuggling#NDPS Act#Marijuana Seizure#Chansma Taluka
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
20 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
21 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
21 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
21 કલાક પહેલા
