રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 જુલાઈ, 2025| Super Admin

પાટણ; જેસીબી મશીનથી કાદવ દુર કરવા બાબતે થયેલ માથાકૂટમાં સરપંચ સહિત ૧૪ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

પાટણ; જેસીબી મશીનથી કાદવ દુર કરવા બાબતે થયેલ માથાકૂટમાં સરપંચ સહિત ૧૪ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

પાટણ સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના સરપંચ જીવણ સવાભાઈ આહીર સહિત 14 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ અનુસૂચિત જાતિના ખેત મજૂર મુળજીભાઈ દાનાભાઈ રણમલભાઈ ધવલે (ઉ.વ. 43) સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સરપંચ જીવણભાઈ JCB મશીનથી રસ્તા પરનો કીચડ હટાવી રહ્યા હતા. ફરિયાદીના ભાઈ માદેવભાઈએ તેમના ઘર આગળના શોષ ખાડાથી દુર JCB ચલાવવાનું કહેતા સરપંચ ઉશ્કેરાયા હતા. સરપંચે ફરિયાદીને જાતિ વિષયક અપશબ્દો કહી મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે કિશનભાઈ જીવણભાઈ આહીર, ભચાભાઈ ઉર્ફે ભપ્પો પાતાભાઈ આહીર સહિત આહીર સમાજના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામે ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી અને સાક્ષીઓને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. લાકડા અને ગડદાપાટુથી મારપીટ કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બાબતે સાંતલપુર પોલીસે IPC-2023ની વિવિધ કલમો, એટ્રોસિટી એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ સરપંચ સહિત સાત વયકિતના નામ જોગ અને સાત અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર