સમી પોલીસે વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 684 બોટલ/ટીન જપ્ત કરી છે. આ દારૂની કિંમત 5.11 લાખ રૂપિયા છે. પોલીસે 10 લાખની કિંમતની ક્રેટા કાર અને 15 હજારનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત 15.26 લાખ રૂપિયા છે. પોલીસે કારના ડ્રાઈવર પ્રવીણ ભાંભુ (19, રહે. રામજીનો ગોળ, પનાવલી, તા. ગુડામાલાણી, જિ. બાડમેર, રાજસ્થાન)ને ઘટનાસ્થળેથી ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં બે અન્ય સાગરિતોનાં નામ સામે આવ્યા છે. ત્રિલોક ઉર્ફે તિલારામ ચૌધરી (રહે. ગુડામાલાણી) અને બગોદરાનો એક વ્યક્તિ હજુ ફરાર છે. કારમાંથી બે ખોટી નંબર પ્લેટ પણ મળી આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પાટણ; સમી પોલીસે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ટેગ્સ:#police investigation#Liquor Seizure#Illegal Alcohol Trade#Indian-Made Foreign Liquor#Sami Police#Beer Bottles Seized#Rajasthan-Gujarat Border#Cross-State Smuggling#Creta Car Smuggling#Varana Village Blockade#False Number Plates#Bootlegging Network#Border Crime Crackdown
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
4 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
6 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
6 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 અઠવાડિયા પહેલા
