રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકાની તિજોરી છલકાઈ: એડવાન્સ વેરા વસૂલાતમાં ગત વર્ષ કરતા 44% નો તોતિંગ વધારો

પાટણ પાલિકાની તિજોરી છલકાઈ: એડવાન્સ વેરા વસૂલાતમાં ગત વર્ષ કરતા 44% નો તોતિંગ વધારો

પાટણ નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત પ્રોત્સાહક આંકડાઓ સાથે થઈ છે. પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે જાહેર કરવામાં આવેલી એડવાન્સ વેરાની યોજનાને શહેરીજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.ચાલુ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 20 દિવસમાં જ વસૂલાતના તમામ જૂના રેકોર્ડ તૂટ્યા છે. પાલિકાના સત્તાવાર આંકડા મુજબ,ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એડવાન્સ વેરાની આવકમાં લાખોનો ઉછાળો નોંધાયો છે. પાટણ પાલિકાના રેવન્યુ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માં તા.1 થી 20 એપ્રિલ દરમિયાન કુલ રૂ.3,33,25,453ની એડવાન્સ વેરાની વસૂલાત કરવામાં આવી હતી. જેની સામે ચાલુ વર્ષ 2026-27 માં 1 થી 20 એપ્રિલ સુધીમાં જ આ આંકડો સીધો રૂ.4,81,99,839 પર પહોંચી ગયો છે. આમ, ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ચાલુ વર્ષે રૂ.1,48,74,386 જેટલી વધુ રકમ પાલિકાની તિજોરીમાં જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર