રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકાની લાલ આંખ : બાકી વેરા વસૂલાત માટે 5 મિલકતો સીલ કરી

પાટણ નગરપાલિકાની લાલ આંખ : બાકી વેરા વસૂલાત માટે 5 મિલકતો સીલ કરી
ઓમ કોમ્લેક્સમાં ફાયર સેફટી નહીં હોવાના કારણે પાલિકાએ સીલ મારવાની ચેતવણી આપી વેરો ભરો ઝટથી પછી ફરો વટથી : સીઓ પાટણ નગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરી છે. લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકત ધારકો અને મોબાઈલ ટાવર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરતા, પાંચ મિલકતો સીલ કરવામાં આવી છે અને બે મોબાઈલ ટાવર નિષ્ક્રિય કરાયા છે.જે મિલકત ધારકોનો રૂ. 2 લાખથી વધુનો વેરો બાકી છે, તેવી સાત જેટલી મિલકતોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં પાનેતર, છાયા અને વિશાલ ફૂટવેર, તેમજ ચતુર્ભુજ બાગ પાસે હરગોવનભાઈ રસિકલાલ શંકરલાલ પટેલ સહિતની પાંચ મિલકતો સીલ કરવામાં આવી છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે જો મિલકત ધારક સ્થળ પર જ બાકી વેરો ભરી દે, તો સીલિંગની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે. શહેરમાં બે મોબાઈલ ટાવરોનો પણ મોટી રકમનો વેરો બાકી હોવાથી તેમને નિષ્ક્રીય (Deactivate) કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ ટાવર કંપનીઓને વારં વાર નોટિસ અને વોરંટ આપવા છતાં વેરો ભર્યો ન હતો.નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત નોટિસ અને વોરંટ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ વેરો જમા ન થતા આ કડક પગલું લેવાની ફરજ પડી હતી.પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પાટણના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, "વેરો ભરો ઝટથી, અને પછી ફરો વટથી." તેમણે નાગરિકોને શહેરના વિકાસમાં સહભાગી થવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર વેરો જમા કરાવી દેવા અનુરોધ કર્યો હતો.મિલકત સીલ વખેત ઓમ કોમલેક્સ માં ફાયર સેફટી ન હોવના કારણે એક વીકમાં ફાયર સેફટીની સુવિધા કરી લેવા નહી તો સીલ કરવામાં આવશે તેવી ચેતવણી પાલિકા અધિકારી દ્રારા આપવામાં આવી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર