રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન

પાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન

પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં સર્વરના ટેકનિકલ એરેરને લઈ હાલ આમ નાગરિકો માટે ભારે યાતનાનું કેન્દ્ર બની ગઈ છે. કચેરીમાં છેલ્લા ચાર દિવસથી સત્તાવાર પોર્ટલ પર ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં સાઈટ એરર આવતી હોવાથી સમગ્ર કામગીરી તદ્દન ખોરવાઈ ગઈ છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે.

નગરપાલિકાના જન્મ-મરણ નોંધણીના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, પોર્ટલમાં આવી રહેલી એરર અંગે અમે મેઇલ અને વોટ્સએપ મારફતે આરોગ્ય વિભાગના મદદનીશને જાણ કરી છે.તેઓ ગાંધીનગર કક્ષાએ અને ગાંધીનગરથી કેન્દ્ર સરકારના ટેકનિકલ વિભાગમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે જોકે ગાંધીનગરથી હજુ સુધી કોઈ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી કે આ એરર ક્યારે સોલ્વ થશે. છેલ્લા ચાર દિવસથી ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ છે, છતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. પોર્ટલની એરર તુરંત દૂર કરી દાખલા ઝડપી નીકળે સાથે અરજદારો માટે સુવિધાઓ આપવામાં આવે તેવી અરજદારો એ પાલિકા સમક્ષ માંગ કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર