રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકા: પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

પાટણ નગરપાલિકા: પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો

શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપી શહેરનો વિકાસ કરાશે : પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ

પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ ભરતભાઈ પટેલ, કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલે આજે  ગુરૂવારના પવિત્ર દિવસે વિધિવત રીતે 12:39 ના શુભ મુહૂર્તમાં પોતાનો ચાર્જ ગ્રહણ કરી શહેરના વિકાસને વેગવંતો બનાવવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ સિઘવ, મહામંત્રી સંજય પટેલ  સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નગરપાલિકાના સત્તારૂઢ બનેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ ટીમને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.પાલિકા ના નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ઢોલ નગરા સાથે પોતાના સમરસાથેને લઈ પગપાળા પાલિકા ખાતે પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટ્રોલ ડીઝલ બચાવવાના સંકલ્પને સાકાર કર્યો હતો.

 પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે પદ ભાર સંભાળ્યા બાદ  નગરજનોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ- રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર અને સ્વચ્છતા બાબતે ના જે જે વિસ્તારોમાં પ્રશ્નો છે તેનું પ્રથમ નિરાકરણ લાવવા તેમજ શહેરના વિકાસમાં સૌને સહકાર આપવા વિનંતી કરી હતી ત્યારબાદ તેઓએ નગરપાલિકાની  વહીવટી કામગીરી મા પોતાના હસ્તાક્ષર કરી પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી હતી. આ પ્રસંગે નગરપાલિકા ના ચિફ ઓફિસર હિરલબેન ઠાકર, પૂવૅ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો સાથે પાલિકાના કમૅચારીઓએ નવનિયુક્ત પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ ને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર