રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકા ને એડવાન્સ વેરા પેટે ત્રણ મહિનામાં રૂ.૧૩.૧૯ કરોડ ની આવક થઈ

પાટણ નગરપાલિકા ને એડવાન્સ વેરા પેટે ત્રણ મહિનામાં રૂ.૧૩.૧૯ કરોડ ની આવક થઈ
કુલે ૩૮,૦૦૦ મિલકત ધારકોએ એડવાન્સ વેરા ભર્યા : હવે નોટિસ ફી સાથે વેરાની વસુલાત કરાશે પાટણ નગરપાલિકા દ્વારા શહેરની લગભગ ૮૦ હજાર મિલ્કતોનો સંયુક્ત વેરો સ્વીકારવાની તા. ૩૦ જુન છેલ્લી તારીખ હતી. હવે પછી વેરો ભરનારાઓને નોટિસ ફી સાથેનો વેરો ભરવો પડશે. પાટણ નગરપાલિકા દ્વારા ૨૦૨૫-૨૦૨૬ નો એપ્રિલથી ૩૦ જૂન સુધીનો ત્રણ માસની મુદત આપીને આ સમયગાળામાં વેરો ભરનારા મિલકત ધારકો ને કોઈ નોટિસ ફી ચૂકવવાની રહેતી નહોતી. પાટણ નગરપાલિકામાં આ ત્રણ મહિના દરમ્યાન ૩૮,૦૦૦ જેટલાં મિલકત ધારકો દ્વારા રૂ.૧૩.૧૯|કરોડનો એડવાન્સ વેરો ભરપાઈ કર્યો હોવાનું પાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે જણાવ્યું હતું. હવે પછી પાટણ નગરપાલિકા જે બાકી વેરા મિલકત ધારકો છે તેમની પાસેથી નોટિસ ફી સાથેના વેરા બીલો જનરેટ કરીને જે તે બાકી મિલકત ધારકોને નોટિસ મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર