પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ પાલિકાની નોટિસની અવધિ પૂણૅ થતાં જ પાલિકા તંત્ર દ્વારા વૈદ ટાઉનશીપ માગૅ પરના દબાણો દુર કરાયા

માગૅ પરના દબાણો દુર કરી માગૅને ખુલ્લો કર્યો જાહેર માગૅ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ
પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની વેદ ટાઉનશિપમાં રોડ પરના ગેરકાયદેસરના દબાણો પાલિકાની નોટિસ આપ્યાં બાદ પણ રહિશો દ્વારા સ્વૈચ્છીક રીતે દુર નહિ કરાતા અને બુધવારે નોટિસની અવધિ પૂણૅ થતાં પાલિકા તંત્ર દ્વારા જરૂરી કાફલા સાથે જેસીબી મશીન ની મદદથી આ માગૅ પરના દબાણો દુર કરી માગૅને ખુલ્લો કરવામાં આવતાં જાહેર માગૅ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ બાબતે સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની વૈદ ટાઉનશીપ સોસાયટી ના 26 જેટલા રહીશો દ્રારા માગૅ પર ઓટલા અને ઢાળના દબાણો કરી માગૅને સાંકડો બનાવ્યો હોવાની રજુઆત પગલે પાલિકા દ્વારા ઉપરોક્ત દબાણકારોને નોટિસની બજવણી કરી સમય મયૉદામા ગેરકાયદેસરના દબાણો સ્વૈચ્છીક રીતે દુર કરવા આદેશ કર્યો હતો. પરંતુ નોટિસ મળ્યાં બાદ પણ દબાણકતૉ રહીશોએ પોતાના દબાણ સ્વૈચ્છીક રીતે દુર ન કરતાં અને બુધવારે નોટિસની અવધિ પૂણૅ થતાં પાલિકા તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી વૈદ ટાઉનશીપ સોસાયટીના માગૅ પરના ઓટલા અને ઢાળના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરતા માગૅ પરના ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Administration#Patan Municipality#Ved Township#Padmanabh Crossroads#encroachments#notice period
સંબંધિત સમાચાર
પાટણસરસ્વતી તાલુકાના વદાણી ગામની કાપડની દુકાનમાં આગ લાગતાં માલ બળીને ખાખ
7 કલાક પહેલા
પાટણસમીમાં આવેલી SBI શાખા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ
7 કલાક પહેલા
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
3 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
3 દિવસ પહેલા
