પાટણ - માલેગાંવ બસના ચાલકે કાર ચાલકને બચાવવા અચાનક બ્રેક મારતા બસ પલટી

આકસ્માતના બનાવમાં એસટી બસમાં મુસાફરી કરેલ બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ
પાટણ ડેપોની બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) પાટણ-માલેગાવ રૂટ પર શનિવારે સવારે આશરે 8:00 વાગ્યાના સુમારે, સતાણા અને માલેગાવ વચ્ચે આ બસ પલટી ખાઈ ગઈ હતી. બસના ડ્રાઈવર એક કાર ચાલકને બચાવવા જતાં અચાનક બ્રેક મારી હતી. જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં કંડક્ટર તરીકે બારોટ કલ્પેશભાઈ ફરજ પર હતા.સદનસીબે, આ ઘટનામાં માત્ર બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. કોઈ મોટી જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી. દુર્ઘટનામાં બસને આશરે 1,00,000/- (એક લાખ રૂપિયા)નું નુકસાન થયું હોવાનો અંદાજ છે.ઘટના સ્થળે સોનગઢ ડેપોના જી.એસ.શેખ (ટી.આઈ) દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#patan#ST Bus#Road Safety#passenger safety#Traffic Regulations#Minor Injuries#Investigation Report#Loss Assessment#Malegaon Bus Accident#Emergency Braking#Public Transport Incident#Driver Heroism#Songadh Depot#Accident Response
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
