રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા

પાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા

પોલીસે કુલ-5 કટ્ટા, કારતુસ નંગ-4 તથા હથિયાર બનાવવાની સાધન-સામગ્રી હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી

પાટણ એલસીબી પોલીસ ટીમે રથયાત્રા પૂર્વે ખાનગી બાતમીના આધારે વારાહી,સમી અને શંખેશ્વર વિસ્તાર માંથી હથિયાર બનાવવાની સાધન-સામગ્રી સાથે 6 શખ્સોને ઝડપી તેઓની પાસેથી કુલ-5 કટ્ટા, કારતુસ નંગ-4 તથા હથિયાર બનાવવાની સાધન-સામગ્રી હસ્તગત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

87.jpg 163.41 KB
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ,બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પોલીસ અધિક્ષક પાટણ વી.કે.નાયી નાઓએ આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ ગે.કા હથિયારો રાખતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા કરેલ સુચના અનુસંધાને આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત કામગીરી કરવા સારૂ પાટણ જીલ્લા બોર્ડર નજીકના રાધનપુર ડિવીઝન તાબા હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પાટણના અધિકારી,કર્મચારીઓ વૉચ-પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે મોજે ગાજદીનપુરા ચાર રસ્તા, તા.સમી ખાતે તેમજ મુજપુર, તા.શંખેશ્વર તેમજ રાણીસર અને વારાહી ખાતે એમ અલગ-અલગ જગ્યાએ કોમ્બિંગ કાર્યવાહી કરી કુલ 6 ઇસમોને ગેરકાયદેસર કટ્ટા નંગ-5 તથા કારતુસ નંગ-4 તથા હથિયાર બનાવવાની સાધન સામગ્રી સાથે પકડી પાડી કુલ 5 ગુનાઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી સ્થાનીક પો.સ્ટે ને સોપવામાં આવી છે.

પાટણ એલસીબી ટીમે પકડેલ 6 આરોપીઓ

(1) મઝરહુસૈન સૈદુમિયાં કાલુમિયાં સૈયદ રહે.મુજપુર, મોટો કસ્બો તા.શંખેશ્વર જી.પાટણ

(2) ઇકબાલખાન અયુબખાન કરીમખાન મલેક (જત) રહે.અમરાપુર, મલેક વાસ તા.સમી જી.પાટણ

(3) અશરફખાન હાજીખાન દલાજી મલેક રહે.વારાહી, ભોજાણીવાસ, તા.સાંતલ પુર જી.પાટણ

(4) નસીબખાન ઉર્ફે લાલો મેહબુબખાન મલેક રહે.વારાહી ભોજાણીવાસ તા.સાંતલપુર જી.પાટણ જિ.પાટણ

(5) હનીફ દરીયાખાન ભટ્ટી -રાણીસર (આતરનેશ) તા.સાંતલપુર જી.પાટણ 

(6)મોબીનભાઇ ગનીભાઇ હજીજભાઇ વેપારી રહે. મુળ.સમી,વેપારીવાસ તા.સમી જિ.પાટણ હોવાનું જાણવા મળ્યું છે. 

પકડવાના બાકી આરોપીઓ

(1) ડાહ્યાજી ઉકાજી માજીરાણા રહે.કુંતાસરી રાધનપુર તા.રાધનપુર જી.પાટણ

(2) દરીયાખાન મુસાભાઇ ભટ્ટી રહે-રાણીસર આતરનેશ તા.સાંતલપુર જી.પાટણ નો સમાવેશ થાય છે. 


Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર