પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલ આયસરને ઝડપી પાડી

વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-20067 કિં.રૂ. 6242310 નો મુદ્દામાલ જપ્ત કર્યો
કાકોશીના સેદ્રાણા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ આયસરને ઝડપી પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-20067 કિં.રૂ. 6242310 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ની ટીમ સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમા નાઇટ રાઉંડ પેટ્રોલીંગ ફરજમાં કાર્યરત હતી જે દરમ્યાન મળેલ હકિકત આધારે કાર્યવાહી કરતા યાકુબસા અહેમદસા ફકીર રહે-સેદ્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ વાળો એક આઇસર જેનો આર.ટી.ઓ રજી.નં- GJO3BZ6358 માં પોતાના ઘર પાછળ મોજે સેદ્રાણા ગામે પીરોજપુરા જતા રોડ ઉપર પાણીની ટાંકીના સામે આવેલ ખુલ્લી જગ્યામાં આ આઇસરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદામાલ ભરી લાવી અન્ય ગાડીઓમાં દારૂની પેટીઓ ટ્રાન્સફરર કટ્ટીંગ કરે છે.
બાતમી હકિકત મળી આવતાં જે હકિકત આધારે સદર જગ્યાએ એક આઇસર ટ્રક તેમજ એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી પડેલ હોઇ દુરથી પોલીસની ગાડી આવતી જોઇ ફોર્ચ્યુનર ગાડી ભાગી ગયેલ અને આઇસર ત્યાંજ પડેલ હોઇ જે આઇસર ટ્રક નં GJ03BZ6358 ની માં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ/બીયરની અલગ અલગ માર્કાની નાની મોટી બોટલ/ટીન નંગ-20067 કિ.રૂ.6242310 તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રક નંબર- GJ03BZ6358 કિ.રૂ.10 લાખ તથા સાધનીક કાગળો મળી કુલ કિ.રૂ.72,42,310,નો મુદામાલ મળી આવેલ હોઇ ઉપરોક્ત ટ્રકના ચાલક યાકુબસા અહેમદસા ફકીર રહે- સેદ્રાણા તા.સિધ્ધપુર જી.પાટણ વાળો તથા ફોર્ચ્યુનર ગાડીનો ચાલક તથા પ્રોહી મુદ્દામાલ મોકલનાર, પ્રોહી મુદ્દામાલ મંગાવનાર તે તમામ વાળાઓ ગુજરાત રાજ્યમા દારૂબંધી હોવા છતા પોતાના કબ્જા ભોગવટા જગ્યાએ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોઇ જેના તમામ વિરુધ્ધ કાર્યવાહી કરી સિધ્ધપુર પો. સ્ટે. ગુનો દાખલ કરાવેલ હોય આગળની તપાસ સિધ્ધપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
18 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
18 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
19 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
19 કલાક પહેલા
