રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ એલ.સી.બી.એ ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો સહિત રૂ.૧૪.૪૩,૫૦૦ નો મુદ્દામાલ ઝડપ્યો

પાટણ એલ.સી.બી.એ ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો સહિત રૂ.૧૪.૪૩,૫૦૦ નો મુદ્દામાલ ઝડપ્યો

સિધ્ધપુર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માથી  ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાના માંથી વિદેશી દારૂની બોટલો ના જથ્થા સહિત રૂ.૧૪.૪૩,૫૦૦ નો મુદ્દામાલ પાટણ એલ.સી.બી. પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહીબિશન ની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાર્યવાહી કરતાં ધારેવાડા ચેક પોસ્ટ ખાતેથી ટાટા કંપનીની ટ્રક નંબર-RJ. 19.GK.1308માં બના વેલ ગુપ્ત ખાનામાંથી ગે.કા.વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧,૦૮૦ કુલ કિં.રૂ.૪, ૩૨,૦૦૦ ના મુદ્દામાલ તથા વાહન સાથે મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૪૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે કુલ ૧ (એક) ઇસમને પકડી પાડી તેમજ સંડોવાયેલ અન્ય ઇસમો વિરૂધ્ધમાં સિદ્ધપુર પો.સ્ટે. પ્રોહી. એકટ કલમ મુજબનો ગુનો રજી. કરી જયરામ નવલરામ મેઘવાલ રહે.મીઠીનાડી, ધનાઉ તા.ધનાઉ (ચૌટન) જી.બાડમેર (રાજસ્થાન) ને ઝડપી લઈ આ ગુનામાં સંડોવાયેલા હર્ષ ચંદ્રસિંગ ખેમસિંગ રહે.ટાંકો કા બાસ, મંગારા પૂંજારા મંડોર,જોધપુર (રાજસ્થાન) દારૂનો મુદ્દામાલ ભરવાનાર ઇસમ સહિત દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર