પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે મોટરસાયકલ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમને બાતમી મળી હતી કે પ્રેમાજી ઠાકોર અને રણછોડજી ઠાકોર મોટરસાઈકલની ચોરી કરી અન્ય લોકોને વેચે છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે અમદાવાદ ગ્રામ્યના માંડલ, વિરમગામ રૂરલ અને હાંસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ મોટરસાઈકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ એક મોટરસાયકલ વિજયસિંહ સોલંકીને આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને ત્રણ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. તેમની સામે BNNS કલમ 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓમાં પ્રેમાજી ડાહ્યાજી ઠાકોર (રહે. અઘાર, હાલ ચંદ્રુમાણા-પાટણ), રણછોડજી કમશીજી ઠાકોર (રહે. અડીયા-હારીજ) અને વિજયસિંહ જગતસિંહ સોલંકી (રહે. વિઠ્ઠલાપુર-માંડલ)નો સમાવેશ થાય છે. આગળની કાર્યવાહી માટે આરોપીઓને પાટણ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ એલસીબીએ બાઈક ચોરીના કેશમાં ત્રણની અટકાયત કરી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#legal action#criminal activity#Community Safety#Accused Individuals#Law Enforcement Success#Police Arrests#Motorcycle Theft#Theft Confession#Interrogation Results#LCB Investigation
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
