રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
પાટણ9 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ વારાહી ખાતે યોજાશે

પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ વારાહી ખાતે યોજાશે

ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ; 15મી ઓગસ્ટ એટલે કે, સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો 15મી ઓગસ્ટનો આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી રમતગમત મેદાન, લીમગામડા રોડ, વારાહી મુકામે યોજવાનો છે. આ સમારોહમાં કોઈ પણ જાતની કચાશ ન રહી જાય અને હરહંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પૂર્વતૈયારીઓની ભાગરૂપે શુક્રવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્વંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને સોંપવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈને સ્થળ પરની સાફ-સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરે અધિકારીઓને સુચન કર્યું હતુ. મહેમાનોની બેઠક વ્યવસ્થા, ઈનામ-પ્રમાણપત્રો વિતરણ, રંગરોગાન, સજાવટ, લાઈટીંગ, સાઉન્ડ સિસ્ટમ,વીજળીની વ્યવસ્થા, મેડીકલ ટીમો, વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન કરવામાં આવ્યું હતુ. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર