રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 માર્ચ, 2025| Super Admin

પાટણ જિલ્લા કલેકટર એવમ ચૂંટણી અધિકારીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

પાટણ જિલ્લા કલેકટર એવમ ચૂંટણી અધિકારીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતા, નવા મતદારોની નોંધણી અને કમી કરેલ મતદારોની યાદી સહિતની રજૂઆતો મળી; પાટણ જિલ્લા કલેકટર એવમ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને શુક્રવારે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય બંધારણ અને ભારતીય ચૂંટણીપંચની સૂચનાઓ તેમજ મેન્યુઅલ્સમાં આપેલ જોગવાઈઓને આધીન રાજકીય પક્ષોને કોઈ રજૂઆત, પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે બેઠક બોલાવવાની રહે છે જે અંતર્ગત આ બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ ઓએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતા દૂર કરવા,ચૂંટણી કાર્ડની ફીઝીક્લ કોપી મેળવવામાં થતો વિલંબ,મતદાર નોંધણી ઝૂંબેશ દરમિયાન બુથ પર BLO અને સુપરવાઈઝરની ઉપસ્થિતિ, BLO અને સુપરવાઈઝરની નામ નંબર સાથેની યાદી રાજકીય પક્ષોને આપવી, નવા મતદારોની નોંધણી અને કમી કરેલ મતદારોની યાદી જેવા પ્રશ્નોની રજૂઆત કલેકટરને કરી હતી. કલેકટરે રાજકીય પક્ષોના પ્રતીનિધિઓની તમામ રજૂઆતો અને પ્રશ્નો સાંભળી તેને લેખિતમાં આપવા જણાવ્યું હતું. બેઠક અંતર્ગત મળેલ લેખિત રજૂઆતો, પ્રશ્નોની યાદી બનાવી, કેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું તેમજ જે પ્રશ્નોનું જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએ નિરાકરણ ન થઈ શકે તેવા પ્રશ્નો મુખ્ય નિર્વાચન અધિકારીની કક્ષાએ મોકલવામાં આવશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

સંબંધિત સમાચાર