રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ કોર્ટનો મોટો નિર્ણય: ઢોર છોડાવવાના મામલે પકડાયેલા ચારેય આરોપીઓને કસ્ટડીમાં મોકલાયા

પાટણ કોર્ટનો મોટો નિર્ણય: ઢોર છોડાવવાના મામલે પકડાયેલા ચારેય આરોપીઓને કસ્ટડીમાં મોકલાયા

પાટણ શહેરના પાવર હાઉસ પાસે આવેલા ડેલા માંથી તા. 16મી મેના રોજ પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બા કર્મચારીઓએ પકડેલી રખડતી ગાયોને બળજબરીપૂર્વક છોડાવી જવાની ઘટનામાં ચાર આરોપીઓની રિમાન્ડ અરજી કોર્ટે ના મંજૂર કરી ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

આ ઘટના અંગે સેનેટરી ઈન્સ્પેક્ટર આસમાન પાલે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પાટણ એ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. આ કેસની કલમો સેશન્સ ટ્રાયેબલ હોવાથી આરોપીઓ ટૂંક સમયમાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે.પોલીસે પકડેલા ચાર આરોપીઓ લાલા,ગોકા, લગધીર અને ઉમંગે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના પશુઓ ચરાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓએ તેમના ઢોર પકડીને ડબ્બે પૂર્યા હતા.આરોપીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કર્મચારીઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. અને તેમના ઘરખર્ચનો આધાર આ ગાયો પર હોવાથી તેઓ આવેશમાં આવી ગયા હતા. જેના કારણે તેમણે ઢોર ડબ્બામાં પૂરેલી ગાયોને છોડાવીને લઈ ગયા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર