રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ19 એપ્રિલ, 2025| Super Admin

પાટણ કોર્ટે મોટર એક્સિડન્ટ કલેઈમની એક જ પરિવારની ત્રણ અલગ અલગ પિટિશનનો સંયુક્ત ચુકાદો આપ્યો

પાટણ કોર્ટે મોટર એક્સિડન્ટ કલેઈમની એક જ પરિવારની ત્રણ અલગ અલગ પિટિશનનો સંયુક્ત ચુકાદો આપ્યો
કોર્ટે અકસ્માતનો ભોગ બનેલા પરિવારને કુલ ३.1,35,72,144 ની રકમ 9% વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો પાટણની મોટર એક્સિડેન્ટ કલેઈમ ટ્રીવ્યુનલે એક જ પરિવારની ત્રણ અલગ અલગ પિટીશનોનો સંયુક્ત ચુકાદો આપ્યો છે. કોર્ટે અકસ્માતનો ભોગ બનેલા પરિવારને કુલ ३.1,35,72,144 ની રકમ 9% વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. જજ પ્રશાંત એચ. શેઠે પીક અપ ડાલાના માલિક, તેની વીમા કંપની અને ઇન્ડિકા કારના માલિક તથા વીમા કંપનીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્રથમ પિટીશનમાં રૂ.1,04,69,924, બીજી પિટીશનમાં રૂ.30,38,900 અને ત્રીજી પિટીશનમાં ३.10,63,320 નું વળતર નક્કી કરવામા આવ્યું છે. ઘટના 29 ઓક્ટોબર 2019 ની છે. ચાણસ્માના રૂપપુર ગામના અમૃતભાઈ પટેલ, તેમની પત્ની ભગવતીબેન અને પુત્રી ખુશ્બુ ઇન્ડિકા કારમાં પાટણ થી રૂપપુર જઈ રહ્યા હતા ત્યારે પાટણ-ચાણસ્મા હાઈવે પર રાજપુર-ગદોસણ વચ્ચે એક પીકઅપ ડાલાએ રોંગ સાઈડમાં આવીને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમૃતભાઈ અને ખુશ્બુનું મૃત્યુ થયું હતું, જ્યારે ભગવતીબેનને ઈજાઓ થઈ હતી. કોર્ટે વળતરની રકમના 30% એનઇએફટી અને આરટીજીએસથી ચૂકવવા અને 70% રકમ રાષ્ટ્રીય કૃતબેંકમાં પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનો આદેશ કર્યો છે. અરજદારોવતી એડવોકેટ કે.એન.રાવળે ધારદાર રજૂઆત કરી હતી.

સંબંધિત સમાચાર