રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પાટણ કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી, મકાન સહાય, દબાણ વગેરે સંદર્ભે અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટર એ  અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર વી.સી.બોડાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર