રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ18 જૂન, 2025| Super Admin

પાટણ હાઈવે પરથી પસાર થતી વિદેશી દારૂ ભરેલ હેરીયર ગાડી ઝડપી લેતી પાટણ બી ડીવીઝન પોલીસ

પાટણ હાઈવે પરથી પસાર થતી વિદેશી દારૂ ભરેલ હેરીયર ગાડી ઝડપી લેતી પાટણ બી ડીવીઝન પોલીસ
વિદેશી દારૂ-બીયરની બોટલો-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ સહિતનો મુદામાલ જપ્ત કર્યો પાટણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ હેરીયર ગાડી  પસાર થવાની હોવાની ચોક્કસ બાતમીના આધારે પાટણ બી ડીવીઝન પોલીસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી વાળી હેરિયર ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તલાસી લેતા ગાડી માથી વિદેશી દારૂ-બીયરની બોટલો-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ સહિતનો મુદામાલ મળી આવતા પોલીસે મુદામાલ સાથે બે ઈસમો ની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જીલ્લામાં વિદેશી દારૂ લગતની ગે.કા. પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા એ કરેલ સુચના અનુસંધાને પાટણ બી- ડીવીઝન પીઆઈ પી.ડી.સોલંકી તથા પો.સ.ઇ આઈ.જી.મોરીનાઓ અત્રેના પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી-જુગાર લગત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી ભરોસાના બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક હેરીયર ગાડી નંબર- GJ-27-EB-7934 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે પાટણ તરફથી આગળ તરફ જનાર છે.જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરતા સદર હેરીયર ગાડી પાટણ ટાઉનમાં પદમનાથ ચાર રસ્તા પાસેથી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં તેમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટીમે વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ-૧૫૬૧ કિ.રૂ.૪,૨૯,૬૧૨ ના મુદામાલ સાથે ગાડી ચાલક અર્જુનસિંહ દિલુભા ચમનસિંહ ઝાલા ઉ.વ.૨૬ રહે.વિરસોડા દરબારવાસ તા.જોટાણા જી.મહેસાણા અને મોહબત ગેમરસંગ બળવંતસિંહ ઝાલા ઉ.વ.૨૭ રહે.વિરસોડા દરબારવાસ તા.જોટાણાજી.મહેસાણાની અટકાયત કરી આ ગુનામાં સંડોવાયેલા સુરેશ બિશ્નોઇ રહે.રાજસ્થાન વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર