રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ20 મે, 2026| Super Admin

પાટણમાં તંત્રની બેદરકારી: ગટર કામમાં પાણીની લાઈન તૂટતાં ૧૦ સોસાયટીઓ પાણી વિના ટળવળી

પાટણમાં તંત્રની બેદરકારી: ગટર કામમાં પાણીની લાઈન તૂટતાં ૧૦ સોસાયટીઓ પાણી વિના ટળવળી

કાપને લઈ રહીશો અને કોર્પોરેટરો આકરા પાણીએસમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો પાલિકામાં હલ્લાબોલ સાથે આંદોલનની ચીમકી

પાટણના વોર્ડ નંબર 11માં ગટર લાઇનના ખોદકામ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ છે. માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા ચાલી રહેલા આ કામમાં બેદરકારીના કારણે આસપાસની 10 જેટલી સોસાયટીઓમાં છેલ્લા સાત દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ વિકટ પરિસ્થિતિને પગલે વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના ત્રણેય ચૂંટાયેલા કોર્પોરેટરોએ સ્થળ પર પહોંચી નાગરિકો માટે પોતાના ખર્ચે પાણીના ટેન્કરોની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરાવી  ચેતવણી આપી છે કે જો બે દિવસમાં લાઇન રિપેર નહીં થાય તો નગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.વૃંદાવન સોસાયટી,દેવ ક્રિષ્ના,રિધ્ધિ,શકુંતલ, ક્રિષ્ના,દેવમ અને પંચશીલ સહિતની સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.ઘરવપરાશ અને પીવાના પાણી માટે રહીશોને દરરોજ 450 રૂપિયા ખર્ચીને ખાનગી ટેન્કરો મગાવવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે,છેલ્લા 6 થી 7 દિવસથી પાણી આવતું નથી. અને નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો ન હતો,જેથી રહીશો ખાનગી ટેન્કરો મગાવતા હતા.જો નગરપાલિકા હવે કોઈ નક્કર પગલાં નહીં લે તો સોસાયટીના 100 જેટલા મકાનોના રહીશો ભેગા મળીને નગરપાલિકામાં હલ્લાબોલનો કાર્યક્રમ કરશે.કોંગ્રેસના કોર્પોરેટર આશાબેન ઘેમરભાઈ રબારી અને અન્ય મહિલા કોર્પોરેટરે આ મુદ્દે નગરપાલિકાની બેદરકારી ગણાવતા જણાવ્યું કે નગરપાલિકાની પ્રથમ મીટિંગમાં જ ચીફ ઓફિસરને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોય તેઓએ લાઇન સમારકામ માટે બે દિવસનો સમય માંગ્યો છે. કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સમસ્યાનો કાયમી નિકાલ નહીં થાય તો આ વિસ્તારની દસેય સોસાયટીના રહીશોને સાથે રાખીને કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટરો ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ધરણા પર બેસી જશે અને નગરપાલિકામાં હલ્લાબોલ કરશે.

આ અંગે નગરપાલિકાની ભૂગર્ભ શાખાના જવાબદાર અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે,માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું,તે દરમિયાન તેમની કામગીરીના કારણે જ પાણીની મુખ્ય લાઇન તૂટી ગઈ હતી.આ તૂટેલી લાઈનનું રિપેરીંગ કરવા અને ત્યાં નવીન પાઈપલાઈન નાખવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રશાસન દ્વારા પણ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવશે.હાલમાં કોર્પોરેટરોના અંગત રસ અને પ્રયાસોથી સોસાયટીઓમાં વારા ફરતી ટેન્કરો મોકલીને સતત પાણી પૂરું પાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે જેથી સ્થાનિકોને કામચલાઉ રાહત મળી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર