રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા18 મે, 2025| Super Admin

પેરોલ ફર્લોની ટીમે પેટ્રોલિંગ દરમિયાન માવસરીમાં ડાલામાંથી વિદેશી દારૂની ૪૦૨૦ બોટલો ઝડપાઈ

પેરોલ ફર્લોની ટીમે પેટ્રોલિંગ દરમિયાન માવસરીમાં ડાલામાંથી વિદેશી દારૂની ૪૦૨૦ બોટલો ઝડપાઈ

પાલનપુર પેરોલ ફર્લોની ટીમે માવસરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી આધારે વાવ તાલુકાના માવસરી બાખાસર રોડ ઉપરથીપસાર થતા એક પીકઅફડાલામાંથી રૂા. ૬.૪૧ લાખનો વિદેશી દારૂ તથા મોબાઇલ પીક અપ ડાલુ સહિત રા.૧૦.૯૧ લાખના મુદામાલ સાથે બે પરપ્રાંતિય શખસોને ઝડપી પાડી માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દારૂ, મોબાઈલ, ડાલુ સહિત રૂા. ૧૦.૯૧ લાખના મુદામાલ સાથે બે પરપ્રાંતિય શખ્સોની અટક પાલનપુરની પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર ટીમ વાવના માવસરી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બાખાસર રોડ ઉપરથી એક પિકઅપ ડાલુ દારૂ ભરી માવસરી તરફ આવી રહ્યું છે. જે બાતમી આધારે પોલીસે માવસરી બાખાસર રોડ પર વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી વાળુ પિકઅપ ડાલુ આવતાં પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ ૪૦૨૦ રૂપિયા ૬૪૧૦૪૦ તથા રોકડ રકમ ૧૫૨૦૦ બે મોબાઈલ, ડાલુ રૂપિયા ૪ લાખ મળી કુલ ૧૦૯૧૨૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી શિવા મહાદેવજી ગોહિલ તથા જેઠુંસિંહ નિમસિહ સોઢા રહેવાસી બાડમેર તા. ચૌહટન રાજસ્થાન વાળઓની અટકાયત કરી તેમની સામે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર