રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા; સ્થાનિકોનું જીવન અસ્ત વ્યસ્ત

પાલનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા; સ્થાનિકોનું જીવન અસ્ત વ્યસ્ત
ટ્રેઝર રેસિડેન્સી બેટમાં ફેરવાઈ : સ્થાનિકોનું જન જીવન અસ્ત વ્યસ્ત જિલ્લા મથક પાલનપુરમાં બે ઇંચ થી વધુ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. નેશનલ હાઇવે પર અને રહેણાંક વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જિલ્લા મથક પાલનપુર માં ગત રાત્રે થી આજે દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો. અઢી ઇંચથી વધુ વરસાદ પાલનપુરમાં નોંધાયો છે. જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. શહેરના ગઠામણ પાટિયા, ચાણક્યપુરી, મફતપુરા સહિત ઠેરઠેર પાણી ભરાઈ જતા લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ સમસ્યા ને લઈને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બનાસડેરી રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાથી અવરજવર કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં તો મુકાયા હતા. જ્યારે ડેરી રોડ પર આવેલ ટ્રેઝર રેસિડેન્સીમાં વરસાદી પાણી ફરી વળતા સવાર ની ચા પણ પીધા વગર લોકો રહ્યા હતા. માત્ર એટલું જ નહીં ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાઈ જતા બાળકો પણ શાળાના અભ્યાસ થી વંચિત રહ્યા હતા. વરસાદી પાણીના નિકાલ  માટે ત્વરિત કોઈ વ્યવસ્થા નહીં થતાં સ્થાનિકોએ તંત્ર ની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર શહેરમાં ગરીબ અને અમીર આ બંન્ને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે.

સંબંધિત સમાચાર