રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

પાલનપુરમાં જમીન મુદ્દે બંદૂક હવામાં તાકી જીવતો નહિ છોડવાની ધમકી

પાલનપુરમાં જમીન મુદ્દે બંદૂક હવામાં તાકી જીવતો નહિ છોડવાની ધમકી
અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી તકરાર કરનાર ઇસમ સામે ગુનો દાખલ; પાલનપુરમાં પોલીટેકનિક સામે આવેલ ખેતરમાં રાત્રીના સમયે આવેલ એક ઈસમે અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી બોલાચાલી કરી તેની પાસે રહેલા બંદૂક જેવુ હથિયાર હવામાં તાકી અમને પૂછ્યા વગર જમીન વેચીસ તો જીવતો નહિ છોડવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પાલનપુરમાં સરકારી પોલીટેકનિક સામે ખેતર ધરાવતા માલણ ગામના નસરતખાન ફતેખાન ધાસુરા મંગળવારની રાત્રે ખેતરમાં હતા. તે દરમિયાન પાલનપુરમાં માલણ દરવાજા વિસ્તારમાં આવેલ ઝમઝમ સોસાયટીમાં રહેતા જાફરખાન અબ્દુલભાઈ સાંચોરા આવીને ખેતર માલિક સાથે અમને પૂછ્યા વગર જમીન કેમ વેચે છે? તેમ કહી તકરાર કરી ભૂંડી ગાળો બોલી હતી અને તેની પાસે રહેલ બંદૂક જેવું હથિયાર હવામાં તાકી જમીનનો કબજો કોઈને આપ્યો છે. તો જીવતો નહિ છોડુંની ધમકી આપતાં ખેતર માલિક અને તેનો પુત્ર ડરના માર્યા નાસી ગયા હતા અને બનાવ અંગે નસરતખાન ધાસુરાએ પૂર્વ પોલીસ મથકે તેમની સાથે તકરાર કરી ધમકી આપનાર જાફરખાન સાંચોરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર