રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

ગરમીના સમયમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું

ગરમીના સમયમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું
બનાસકાંઠામાં ગરમીનુ પ્રમાણ વધ્યુ 40 ડિગ્રી તાપમાન નોંધાયુ; બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે. શુક્રવારે સવારે 25 ડીગ્રી તેમજ બપોરના સમયે 40 ડિગ્રી  ઉપરાંતનું તાપમાન જોવા મળી હતું. જેથી લોકો ગરમીના કારણે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને એસી તેમજ કુલર નો સહારો લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ બહાર નીકળવાનું થાય તો મોઢા ઉપર દુપટ્ટો તેમજ રૂમાલ બાંધીને નીકળતા નજરે પડી રહ્યા છે. તેમજ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા પી ગરમીથી ઠંડક મેળવી રહ્યા છે. જેમાં પાલનપુર સિવિલમાં પણ ગરમીના કારણે ઝાડા ઊલટીના કેસોમાં નિત્યક્રમ કરતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.સુનિલ જોશી એ જણાવ્યું હતું કે પાલનપુર ની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દિવસમાં 50 થી 100 જેટલા દર્દીઓ ઝાડા ઉલટી ના કારણે સારવાર માટે આવી રહ્યા છે તો અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બિમારીના લક્ષણો જણાવતા હોય તો નજીકની હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લઈ લેવી જોઈએ
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર