રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા 68 પશુઓને જીવતદાન

પાલનપુરના જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા 68 પશુઓને જીવતદાન
પોલીસે રૂ. 5.54 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી; પાલનપુરના જીવદયા પ્રેમીઓએ જગાણા ગામ નજીકથી પશુ ભરેલી ટ્રક ઝડપી લઇ 68 પશુઓને કતલખાને જતા બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં એક શખ્સ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં રહેતા અરવિંદભાઈ ચૌધરી રાત્રિના સમયે તેમના મિત્ર વિશાલ ચૌધરી સાથે એસબીપુરા પાટીયા પાસે એક હોટલ ઉપર ઉભેલા હતા. તે વખતે તેમની પાસેથી એક ટ્રક પસાર થઈ હતી. જે ટ્રક શંકાસ્પદ જણાતા બંને મિત્રોએ ટ્રકનો પીછો કરી જગાણા પાસે ટ્રકને રોકાવી શંકાસ્પદ જણાતા વધુ જીવદયા પ્રેમીઓને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ સ્ટાફના માણસો દોડી આવ્યા હતા. ત્યારબાદ ટ્રકમાં તપાસ કરતાં પશુ ભરેલા હતા. જેઓને ઘાસચારા કે પાણીની કોઈ સગવડ ન હતી તેમજ ખીચો ખીચ ક્રૂરતા પૂર્વક એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ભરેલા હતા. તેમજ તેમની પાસે હેરાફેરી કરવા માટેનું સક્ષમ અધિકારીનું પરમિટ પણ ન હતું.આ કતલખાને લઈ જવાતા પશુઓને પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલક નિશાર અહેમદ સૈયદ (રહે. નાગલપુર તા.મહેસાણા) સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર