રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા8 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર-અમદાવાદ હાઇવે ટેન્કરની ટકકરે યુવકનું મોત

પાલનપુર-અમદાવાદ હાઇવે ટેન્કરની ટકકરે યુવકનું મોત
ખાડા પુરાવવાની કામગીરી કરી રહેલ વર્ક આસિસ્ટન્ટ કાળનો કોળિયો બન્યો પાલનપુર અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટેન્કરની ટક્કરે આર એન્ડ બી માં વર્ક આસિસ્ટન્ટ તરીકે કાર્યરત એક યુવકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. પાલનપુરના અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વરસાદને પગલે રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી ચાલી રહી હતી. સુપરવાઇઝર રોડ પર પડેલા ખાડા પૂરવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન વર્ક આસિસ્ટન્ટને ટેન્કર ચાલકે અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર નીચે કચડાઈ જતા વર્ક આસિસ્ટન્ટનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન મૃતક પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં રહેતો 26 વર્ષીય જીનેશ નીતિનભાઈ જોશી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર