રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરડુવાડા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ

અરડુવાડા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ
કાંકરેજ તાલુકાના અરડુવાડા પાસે કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈક ચાલક ઘાયલ થયો હતો. જેને 108 મારફતે શિહોરી રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જેમાં પાટણ તરફથી આવી રહેલી કાર નં. GJ08.AJ. 7338 શિહોરી તરફ જઈ રહી હતી ત્યારે શિહોરી તરફ થી આવી રહેલ બાઈક નં. GJ24 AJ 4959  વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક તલકજી રામાજી ઠાકોર ઉવ.25 રહે.ધાનેરા તા.કાંકરેજ વાળાને ઈજાઓ થતા શિહોરી રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. અને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડ્યો હતો. બનાવની માહિતી મળતી મુજબ સામેથી રોંગ સાઈડમાં આવતી ક્રેટા ગાડી જેનો આર.ટી.ઓ નંબર GJ08 J7338 એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા લોકો દ્વારા 108 જાણ કરતા પાયલોટ રવિન્દ્ર કુટેચા તેમજ સેધાભાઈ ખીમાણા 108 લઈ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઠાકોર તકલજી રામાજી ઉમર વર્ષ.25 કાંકરેજ વાળાને વધુ ઇજાઓ થતા શિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવી સારવાર બાદ વધુ સારવાર અર્થ પાટણ ધારપુર ખાતે ખસેડાયો અકસ્માત થતા રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયાં હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર