બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે વાસણા રોડ પર આવેલી જગ્યામાં વિશાળ પાણી સંગ્રહાલય બનાવવા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી અપાયા બાદ ગુજરાત સરકારના બજેટમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પ્રાણી સંગ્રહાલય માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તે નક્કી કરાયું નથી. ડીસામાં રાજ્યનું સૌથી મોટું અને અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું સંગ્રહાલય બનવાનું છે. વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને છ માસ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી. જુનાડીસા ગામે વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં વિશ્વ કક્ષાએ જેની નોંધ લેવાય તેવું રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. બનાસકાઠાના પટ્ટામાં અનેક પ્રવાસન સ્થળો આવે છે. અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થઈ રહ્યો છે. જેમાં પણ હવે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવાની રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં જાહેરાત કરી હતી. આજના બજેટમાં વન અને પર્યાવરણ વિભાગમાં કુલ રૂપિયા 3140 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોની જોગવાઈ કરાઈ છે. પરંતુ જુનાડીસાના પ્રાણી સંગ્રહાલય માટે ચોક્કસ કેટલી રકમ ફાળવાઇ તે અંગેની જાહેરાત તેઓએ કરી ન હતી.
સત્તાવાર જાહેરાત; ડીસાના જુનાડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવાની બજેટમાં જાહેરાત

ટેગ્સ:#Junadisa#Zoo Construction#Deesa Taluka#Gujarat Government#Budget Announcement#Forest and Environment Department#Banaskantha District#Tourism Development#Infrastructure Investment#Kanubhai Desai#World-class Zoo#Development Works#Zoo at Junadisa#Vasna Road#Gujarat Government Budget
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા નજીક ગમખ્વાર અકસ્માત: બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર, યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત
10 કલાક પહેલા
બનાસકાંઠાઝેરડા ગામે વરસાદ પડતાં ગટર ઉભરાઈ, રોડના કામમાં બેદરકારીથી ગ્રામજનો ત્રાહીમામ
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
10 કલાક પહેલા
બનાસકાંઠાપર્યાવરણની રક્ષા: જૂના ડીસા ફાટક સુધીના માર્ગ પર ૨૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા
10 કલાક પહેલા
