રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું; બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારૂ ગુજરાત પોલીસ (સને-૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુર થી મેરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર ભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટઃ- (૧) રતનપુર ચોકડી થી મેરવાડા ચોકડી (પાલનપુર થી અંબાજી) જવા > રતનપુર ચોકડી- લાલાવાડા- વગદા- ખારોડિયા- સેમોદ્રા- મેરવાડા ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી) (૨) મેરવાડા ચોકડી થી રતનપુર ચોકડી (અંબાજી થી પાલનપુર) જવા > મેરવાડા ચોકડી- સેમોદ્રા- ખારોડિયા- વગદા- લાલાવાડા- રતનપુર ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી) રહેશે. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા-પાલનપુર, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), બનાસકાંઠા-પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર