રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા11 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવક શરૂ થઇ

ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવક શરૂ થઇ
રાજગરામાં પ્રતિમણ (૨૦ કિલો) નો ભાવ ૧૬૦૦ થી૧૬૭૭ રૂપિયા નોંધાયો  ગતવર્ષની સરખામણીએ આ વર્ષ પણ ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી  બુધવારે માર્કેટયાર્ડોમાં ૫૦૦ બોરીના આવક હજુ આગામી સમયમાં આવકમાં નોંધપાત્ર વધારો થશે ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાની આવકનો પ્રારંભ થયો છે. જેમાં બુધવારના રોજ માર્કેટયાર્ડમાં રાજગરાની આશરે ૫૦૦  બોરીની આવક નોંધાઈ હતી. ચાલુ વર્ષે પ્રતિ ૨૦ કિલો રાજગરાના ભાવ રૂ. ૧૬૦૦ થી ૧૬૭૭ સુધી બોલાયા છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ગત વર્ષે રાજગરાનો ભાવ પ્રતિ મણ રૂ. ૧૧૦૦ થી ૧૨૨૫ વચ્ચે રહ્યો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે સરેરાશ રૂ. ૫૦૦ જેટલો ભાવ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૫૮૫૭ હેક્ટર વિસ્તારમાં રાજગરાનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ દાંતીવાડા તાલુકામાં ૧૯૫૬ હેપ્ટન વિસ્તારમાં જ્યારે ડીસા તાલુકામાં ૧૩૨૫ હેક્ટર વિસ્તારમાં નોંધાયુ છે. રેતાળ જમીન અને અનુકૂળ હવામાનને કારણે જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. દર વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં એક લાખથી વધુ બોરી રાજગરાની આવક નોંધાય જે અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. આ બાબતે માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અરજણભાઈ પટેલ અને સેક્રેટરી એ.એન. જોષીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તાલીમબદ્ધ ઓક્શનર દ્વારા પારદર્શક હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હજુ આગામી સમયમાં રાજગરાની વધુ પ્રમાણમાં આવક થવાની સંભાવના રહેલી છે. બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનાનું આ વર્ષે સારું ઉત્પાદન થશે : ખેડૂતો આ અંગે ડીસા તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે  રાજગરા માટેનું હવામાન અનુકુળ બની રહેતા ઉત્પાદનમાં વધારો થશે. અત્યારે ડીસા પંથકમાં રાજગરાનો પાક લેવાની કામગીરી શરૂ થઈ છે. અને માર્કેટયાર્ડઓમાં પણ નવા રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે શરૂઆતમાં જ રાજગરાના સારા ભાવ મળતા ખેડૂત વર્ગ પણ ખુશ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર