રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ22 મે, 2026| Super Admin

ભાભર પોલીસ કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ માટે ‘એનસીડી’ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભાભર પોલીસ કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ માટે ‘એનસીડી’ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની વ્યસ્ત તેમજ તણાવપૂર્ણ દિનચર્યાને ધ્યાનમાં રાખીને તેમના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી ભાભર દ્વારા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હિતેન્દ્ર ઠાકોરના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશન ખાતે બિન-ચેપી રોગો (એનએસડી) નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ હેલ્થ કેમ્પ અંતર્ગત ભાભર પોલીસ કચેરીના તમામ પોલીસ કર્મીઓ અને વહીવટી સ્ટાફનું સંપૂર્ણ સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ (સુગર) તેમજ અન્ય શારીરિક તકલીફોનું ઝીણવટભર્યું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હિતેન્દ્ર ઠાકોર અને તેમની તબીબી ટીમ દ્વારા ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું, માનસિક તણાવથી કેવી રીતે મુક્ત રહેવું અને યોગ્ય આહાર-વિહારનું પાલન કઈ રીતે કરવું તે અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફે આરોગ્ય વિભાગની આ કામગીરીને બિરદાવી હતી. તેમના દ્વારા તમામ આરોગ્ય વિભાગના સ્ટાફને સાથ સહકાર મળેલ. પોતાની ફરજની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર