રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા13 જૂન, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ-થરાદ જિલ્લાના કુવાણા ગામ ખાતે થયેલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો

વાવ-થરાદ જિલ્લા પોલીસે કુવાણા તા. દિયોદર મુકામે થયેલ હત્યાના ગંભીર કેસનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ગઈકાલે તા. ૧૨/૦૬/૨૦૨૬ના રોજ કુવાણા પાન પાર્લર નજીક શામળાભાઈ ફોટાભાઈ ભીલ રહે. ભલીસર, તા ગુડામાલાની રાજસ્થાન જ્યારે ત્યાં હતા. ત્યારે અજાણ્યા શખ્સો સફેદ સ્કોર્પિયો અને સિલ્વર ઇનોવા ગાડીમાં આવી પહોંચ્યા હતા આરોપીઓએ હાથમાં પિસ્તોલ અને ધારિયા જેવા હથિયારો વડે જૂની અદાવત રાખી શામળાભાઈ પર ફાયરિંગ કર્યું હતું. અને ગળા તથા શરીરના ભાગે ઘા મારી તેમની હત્યા કરી હતી.

 આ બનાવ અંગે દિયોદર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની વિવિધ કલમો અને હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતોબનાવની ગંભીરતાને ધ્યાને લઈ બનાસકાંઠા રેન્જના આઈ.જી પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદના પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ માટે ૧૦થી વધુ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ૧૦૦થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજ નેત્રમ અને ત્રિનેત્ર પ્રોજેક્ટના કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ ઇનોવા ગાડી નં. GJ18AB5141 અને સફેદ સ્કોર્પિયોના માલિકો સુધી પોલીસ પહોંચી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તા. ૧૨/૦૮/૨૦૨૫ના રોજ અભાભાઈ સુજાજી ગોહિલની થયેલી હત્યાનો બદલો લેવાના ઈરાદે આ ગુનો આચરવામાં આવ્યો હતો. આરોપીઓએ મૃતકની થરાદ કોર્ટ ખાતે રેકી કરી હતી. અને કુવાણા ગામે તેમનો પીછો કરીને આ હત્યાને અંજામ આપ્યો હતો આરોપીઓએ આયોજનબદ્ધ રીતે પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકી દીધા હતા જેથી ટ્રેસ ન થઈ શકાય પોલીસે બુકણા ગામેથી આરોપીઓને ઝડપી પાડ્યા છે.

૧. કિરણભાઈ સુજાભાઈ ગોહિલ રહે. બુકણા  અગાઉના ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

૨. શીવાજી પબાજી ગોહિલ રહે. બુકણા

૩. મહેશભાઈ રામસીભાઈ ગોહિલ રહે. બુકણા

૪. સુજાજી પબાજી ગોહિલ રહે. બુકણા

૫. ભરતભાઈ જોગાભાઈ ગોહિલ રહે. બુકણા

 ડ્રાઈવર રૂડાભાઈ રાણાભાઈ રહે. નાળોદરપણ આ ગુનામાં સંડોવાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર