કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી પસાર થતો દિલ્હી–કંડલા નેશનલ હાઈવે નંબર 27 નો બંને બાજુના સર્વિસ રોડ હાલમાં લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. હાઈવેની બંને બાજુ આવેલા સર્વિસ રોડમાં અનેક સ્થળોએ ખાડા પડી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે. સ્થાનિક વેપારી તેમજ થરા શહેરમાં ખરીદી અર્થે આવતા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી સર્વિસ રોડની યોગ્ય મરામત કરવામાં આવી નથી. જેના કારણે રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો, સ્કૂલ જતાં વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહનો ખાડામાં ફસાઈ જતાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થાય છે. પ્રજાજનો માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક કાર્યવાહી કરીને સર્વિસ રોડની બંને બાજુ ચોમાસાના પાણીના યોગ્ય નિકાલ માટેની મરામત કરવા માંગ કરી રહ્યા છે. જો સમયસર કામગીરી નહીં થાય તો લોકો આંદોલનનો માર્ગ અપનાવવાનો ચીમકી આપી રહ્યા છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
થરા હાઈવેની બંને બાજુ આવેલા સર્વિસ રોડમાં ખાડા પડી જતાં વાહનચાલકો ત્રાહિમામ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha District#Accident Risk#Highway Maintenance#Kankarej Taluka#School Children Safety#Monsoon Impact on Roads#Pothole Crisis#Service Road Damage#Infrastructure & Road Conditions#Thara City#Public Protest Threat#Local Trader Complaints
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
9 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
