ભાભર-ખડોસણ રેલવે ક્રોસિંગ અંડરબ્રીજમાંથી પાણી ઉલેચવામાં આવતા પ્રોટેક્શન દિવાલમાં વધુ તિરાડો દેખાઈ

પ્રોટેક્શન દિવાલ નવી નહીં બને તો આંદોલન કરવાની લોકોની ચિમકી
ભાભર તાલુકાના ખડોસણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને ખડોસણ અંડરગ્રાઉન્ડ બ્રીજની પ્રોટેક્શન દિવાલના કામમાં થયેલી ગેરરીતિની ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. રેલ્વે તંત્રના જવાબદારો કોન્ટ્રાકટરની ગેરરીતીઓને દબાવવા માટે મેદાને પડયા છે અને તુટી ગયેલી દિવાલોનું પુરજોશમાં રીપેરીંગ કામ ચાલુ કરી ગેરરીતી સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે પરંતુ ખડોસણ ગામના લોકોની માંગ છે કે, બન્ને સાઈડની દિવાલો એટલી હદે તુટી છે કે રીપેરીંગ કામ ઘણું ટકશે નહીં અને આવતા ચોમાસામાં ફરી પ્રોટેક્શન દિવાલો તુટી જશે અને બ્રીજ પાણીથી ભરાઈ જાય તેવી શક્યતા રહેલી છે એટલે આખી પ્રોટેક્શન દિવાલો નવીન બનાવાય તેવી માંગ છે અને રીપેરીંગ કામ કરી પુરું કરવામાં આવશે તો આંદોલન કરી કામ બંધ કરાવવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : 16.20 લાખના હેરોઇન સાથે મુખ્ય સપ્લાયર ઝડપાયો
12 કલાક પહેલા
બનાસકાંઠાહડાદથી અંબાજી થઈ રણુજા જતા ભક્તોને લૂંટતી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ
12 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરો: કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત
12 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર તાલુકા પંચાયતનું નવું ભવન રૂ. 5 કરોડના ખર્ચે આકાર પામશે
13 કલાક પહેલા
