રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

ડીસામાં જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

ડીસામાં પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મજયંતિ નિમિત્તે હાઈવે સ્થિત જલારામ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને ભાવિકોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજે લોહાણા સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેનું ઠેર-ઠેર નાગરિકો અને વેપારીઓએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું.સવારથી જ મંદિર પરિસરમાં "જલારામ બાપાની જય"ના નાદ અને ભક્તિસંગીતથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ ઉપસ્થિત રહી પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાંજના સમયે નીકળેલી શોભાયાત્રામાં આકર્ષક ઝાંખીઓ, ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર જોડાયેલા યુવાનો અને શ્રદ્ધાળુઓના પ્રવાહથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. વિવિધ સામાજિક આગેવાનો અને હોદ્દેદારો પણ શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.આ તકે સેવા અને સંવાદિતાનો સંદેશ આપતી આ ઉજવણીમાં નગરજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.ડીસામાં જલારામ જયંતિ નિમિત્તે હાઈવે મંદિર ખાતે દર્શન અને મહાપ્રસાદનું આયોજન થયું હતું, જ્યારે સાંજે લોહાણા સમાજ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર