રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

લોદ્રાણી માઇનોર-૧ માં સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોનો ઢોલ વગાડી વિરોધ

લોદ્રાણી માઇનોર-૧ માં સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોનો ઢોલ વગાડી વિરોધ

સરહદી કસ્ટમરોડ પર છેક પાક બોર્ડર ના છેવાડે આવેલી માઇનોર 1 માં રવિ સિઝનના ખરા સમયે જ પાણી ન છોડતા આ પંથકના ખેડૂતોએ ઢોલ વગાડી નર્મદા વિભાગના બેરા અધિકારીઓના કાને અવાજ પહોંચાડી વિરોધ પ્રદશન કર્યું હતું. જે મુદ્દે ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એક તરફ ચોમાસુ નિષ્ફળ જતાં આ  વિસ્તારના ખેડૂતોએ દાગીના વહેંચીને તેમજ વ્યાઝ નાણાં લાવી મોંઘાદાટ બિયારણો અને ખાતરો લાવી રવિ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હજુ સુધી લોદ્રાણી માઇનોર 1 સુધી  કેનાલનું પાણી ન મળતાં આ પંથકના ખેડૂતોએ રોષે ભરી ઢોલ વગાડી ભારે વિરોધ નોંધાવી નર્મદા વિભાગના અધિકારીઓને કાને અવાજ પહોંચાડ્યો હતો. અને ભારે હલ્લાબોલ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, અમોને રવિ સિઝનમાં પાણી નહિ મળે તો અમો અમારો વિરોધ ચાલુ રાખીશું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર