રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ઢુવા ગામે દિવાલના વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર હુમલાનો આક્ષેપ

ડીસાના ઢુવા ગામે દિવાલના વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર હુમલાનો આક્ષેપ

લાકડી અને ગડદાપાટુથી માર માર્યાની ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે મકાનની દિવાલ બાબતે ચાલી રહેલા જૂના વિવાદનો ઉકેલ લાવવા સમાધાન માટે બોલાવ્યા બાદ યુવક પર હુમલો કર્યાની ફરિયાદ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં ચાર વ્યક્તિઓ સામે ગાળો બોલી લાકડી તથા ગડદાપાટુથી માર મારવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદી દશરથભાઈ રમેશભાઈ પરમાર (ઉંમર 29, હાલ રહે. અમદાવાદ, મૂળ ઢુવા) ના જણાવ્યા મુજબ, આશરે દોઢ મહિના અગાઉ અમદાવાદ ખાતે તેમના કુટુંબીજનો સાથે ગામમાં આવેલા ઘરની દિવાલ બાબતે વિવાદ થયો હતો. આ મામલે અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી.ત્યારબાદ તા. 9 નવેમ્બર 2026ના રોજ દશરથભાઈ પરિવાર સાથે પોતાના વતન ઢુવા ગામે આવ્યા હતા. દરમિયાન તા. 14 નવેમ્બરના રોજ સવારે આશરે 10થી 11 વાગ્યાના અરસામાં તેમના મોટાબાપા શંકરજી ભીખાજી ધોકડીયાનો ફોન આવ્યો હતો. દિવાલ બાબતે અગાઉ થયેલા વિવાદનું સમાધાન કરવા જૂના ઘરે આવવાનું કહેતાં દશરથભાઈ તેમના માતા-પિતા સાથે ત્યાં પહોંચ્યા હતા.

ફરિયાદ મુજબ, ત્યાં બંને પક્ષના કુટુંબીજનો હાજર હતા અને અગાઉ અમદાવાદમાં દશરથભાઈના નાના ભાઈ પ્રહલાદને માર મારવામાં આવ્યો હોવાની બાબતે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન મેહુલભાઈ મનુભાઈ ધોકડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને દશરથભાઈ તથા તેમના માતા-પિતાને ગાળો બોલી ગામમાં ફરી આવવા બાબતે ધમકી આપી હતી.દશરથભાઈએ ગાળો બોલવાની ના પાડતાં મેહુલભાઈએ લાકડી વડે તેમના હાથ, પગ, માથાના પાછળના ભાગ અને પીઠ પર માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, નાગજીભાઈ ભાણાભાઈ ધોકડીયા, વિશાલભાઈ ચમનભાઈ ધોકડીયા અને હેતલબેન મનુભાઈ ધોકડીયાએ પણ દશરથભાઈને ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે.

આ દરમિયાન દશરથભાઈના માતા-પિતા સહિત પરિવારના અન્ય સભ્યોએ વચ્ચે પડી તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ચારેય વ્યક્તિઓ ત્યાંથી જતી વખતે દશરથભાઈ અને તેમના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.મારામારીમાં ઇજાઓ થતાં દશરથભાઈના પિતાએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ તેમને પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ 15 નવેમ્બરના રોજ રાત્રે આશરે 2 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી.આ બનાવ અંગે દશરથભાઈ રમેશભાઈ પરમારે તા. 15 નવેમ્બર 2026ના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નીચેની ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર