મોડાસા ટાઉન પોલીસે ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા મોડાસાની ચાંદ ટેકરીના બે આરોપીઓને મોડાસાના ભેરુંડા રોડ પાસેથી દબોચી પૂછપરછમાં અગાઉ આરોપીઓએ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુ ચોરીના 12 ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના આચરીને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા ટાઉન પીઆઇ એ.બી. ચૌધરીએ આપેલી સૂચનાના ભાગરૂપે ટાઉન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્કવોડના સ્ટાફ અને પીઆઇ રાઠોડ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને ખાનગી માહિતી મળી હતી કે ટાઉન પોલીસ સ્ટેશનમાં ધાડ તથા લૂંટ કરવાના ઇરાદાના ગંભીર ગુનાના બે આરોપીઓ છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા હોવાનું અને તે ચાંદ ટેકરી ભેરુંડા રોડ ઉપર આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને બે રીઢા ગુનેગારોને દબોચી લીધા હતા. પોલીસે આરોપી સાદિક ઉર્ફે લૂલો સફીભાઈ મુલતાની રહે. ચાંદ ટેકરી મોડાસા અને અસલમભાઈ સફીભાઈ મુલતાની રહે. ચાંદ ટેકરીની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોરીના 12 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મોડાસા; ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારોને દબોચી લીધા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#robbery#arrests#Modasa#Habitual Criminals#Cattle Theft#Town Police#Crime Investigation#Mehsana District#Sabarkantha District#Aravalli District#Police Patrol
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજીના અણસોલ ખાતે ચેકપોસ્ટના નવનિર્મિત મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતર વિતરણ: રૂ. ૧ કરોડની સહાય મંજૂર
1 દિવસ પહેલા
અરવલ્લીભિલોડાના સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનનો તસ્કર ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
6 દિવસ પહેલા
