મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામમાં વહેલી સવારે શોર્ટસર્કિટને કારણે બે મકાનોમાં આગ લાગવાની ઘટના બની. નિરુ કટારા અને વલ્લભ કટારાના મકાનમાં અચાનક આગ લાગતાં પરિવારના સભ્યો તાત્કાલિક બહાર નીકળી ગયા. આગની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી. જો કે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં બંને મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપટમાં આજુબાજુના દસ જેટલા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન ઇલેક્ટ્રિક લાઈનો ઢીલી થઈ જવાને કારણે શોર્ટસર્કિટની ઘટનાઓ વધુ બને છે. પ્રાથમિક તપાસમાં આ આગ પણ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મોડાસા; શોર્ટસર્કિટને કારણે બે મકાનોમાં આગ સદનસીબે જાનહાનિ ટળી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Investigation#short circuit#Modasa#fire incident#local news#Emergency Response#Fire Department#Community Safety#Property Damage#Fire Control#Casualties Averted#Electrical Safety#Monsoon Hazards#Brahmin Kotda Village
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 અઠવાડિયા પહેલા
