રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2025| Super Admin

રાધનપુરમાં વિધાનસભાઅધ્યક્ષની હાજરીમાં "દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાધનપુરમાં વિધાનસભાઅધ્યક્ષની હાજરીમાં "દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલેઆપણું બનાસ : ચેરમેન, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની  વિશેષ ઉપસ્થિતિમાં ગુરૂવારે બનાસ ડેરી શીત કેન્દ્ર રાધનપુર ખાતે "દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ" યોજાયો હતો. જેમાં વધુ દૂધ ઉત્પાદન મેળવનાર રાધનપુર - સાંતલપુર તાલુકાની બહેનોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ અકસ્માત વીમા યોજનાના લાભાર્થી ઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ પગભર અને આત્મ નિર્ભર બને એ હેતુથી બનાસ ડેરી અને જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પશુપાલનની સાથે સાથે ગૌ મૂત્ર પ્લાન્ટ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંચય જેવા વિવિધ વિષયો પર પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનું સંચાલન અને પશુપાલન વ્યવસાયમાં સંકળાયેલી માતા બહેનોના અનુભવો જાણી ખુબ આનંદ થયો. મહિલાઓએ પાવર પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની યોજનાઓ અને તેના થકી લાભ મેળવનાર મહિલાઓની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરી સાબિત કર્યું કે બનાસની મહિલાઓ ક્યાંય પાછળ નથી. "સહકાર થી સમૃદ્ધિ" મેળવનાર મહિલાઓએ સમગ્ર વિશ્વમાં બનાસ ડરીને ખ્યાતિ આપી છે. પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલે આ બનાસ. રોજનું દસ પંદર લીટર દૂધ આપતી ગાય ભેંસ તૈયાર કરવા ખૂબ મેહનત કરવી પડશે તેમ જણાવી  તેમના બ્રાઝિલ પ્રવાસના પશુપાલન વ્યવસાયના અનુભવો જણાવી ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વમાં પ્રથમ વાર બનાસ ડેરી ખાતે એમ્બ્રરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેંસના સંવર્ધનનું કામ હાથ ધરાયું છે. જેના થકી આગામી સમયમાં વધુ સારું દૂધ આપતી નસ્લની ભેંસની બ્રીડ તૈયાર થશે જે આર્થિક પ્રગતિની નવી રાહ ચિંધશે. પશુપાલકોની આવક વધે એ માટે આગામી સમયમાં રાધનપુર ખાતે ગૌ મૂત્ર માંથી વેલ્યુએડિશન થાય એવું યુનિટ કાર્યરત કરવામાં આવશે બનાસ ડેરીના માધ્યમથી ચાલતી તબેલો કરવાની યોજના, સારી પાડી/વાછરડીની યોજના, સોલાર યોજના, ઉદ્યોગ સાહસિકતા, ગર્ભ પ્રત્યારોપણ જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. તેમજ ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી હતી. પશુપાલન અને ખેતી ક્ષેત્રે દુનિયાની શ્રેષ્ઠત્તમ ટેકનોલોજીને લાવીને સહકારથી સમૃદ્ધિ માટે સૌના સાથ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર