રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરમાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાધનપુરમાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિશ્વમાં પ્રથમવાર બનાસ ડેરીમાં ભેંસ માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ શરૂ; રાધનપુર ખાતે બનાસ ડેરી શીત કેન્દ્ર પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વધુ દૂધ ઉત્પાદન કરનાર રાધનપુર-સાંતલપુર તાલુકાની બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને સહાય ચેક પણ આપવામાં આવ્યા. બનાસ ડેરી અને જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓએ ભાગ લીધો. મહિલાઓએ પશુપાલન ઉપરાંત ગૌમૂત્ર પ્લાન્ટ, પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચય જેવા વિષયો પર અનુભવો શેર કર્યા.શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરી ખાતે વિશ્વમાં પ્રથમવાર એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ભેંસના સંવર્ધનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીથી વધુ દૂધ આપતી ભેંસની નવી બ્રીડ તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન માટેનું યુનિટ પણ શરૂ કરવામાં આવશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર